City Bhaskar Originals: અતિથિ દેવો ભવ: The Guest is equivalent to God

આપણે ઘેર મહેમાનો આવે ત્યારે આપણે શું કરીએ છીએ? તેમને આવકારીએ છીએ. તેઓ ઘરમાં આવીને ગોઠવાય એટલે કોઈક ઉભું થઈને તેમને પહેલાં પાણી, પછી ચા-નાસ્તો કે ભોજન પીરસે. આ પીરસનાર મોટે ભાગે કોણ હોય? મા, બહેન, પત્ની કે દાદી? એટલે કુટુંબનો સ્ત્રીવર્ગ. આવામાં ક્યારેક અમુક જુદા અનુભવો પહેલવહેલી વાર થાય ત્યારે આશ્ચર્ય થાય. કેરળના અમારા પ્રવાસ દરમ્યાન મારા કાકાના દીકરાને મેં હાથમાં ટ્રે લઈને પાણી પીરસતો જોયો. તેની પત્ની તેમનાં બાળકને સાચવી રહી હતી. આ દૃશ્ય જોઈને મને સાનંદાશ્ચર્ય થયું. પણ તરત જ મને પોતાને મારી આ પ્રતિક્રિયાથી આંચકો લાગ્યો. આવી બાબતમાં આશ્ચર્ય કેમ થાય અને આ દ્રિશ્ય આટલું અસામાન્ય કેમ છે?

આમ આ નાની બાબત જણાય અને એમાં કંઈ સેન્સસ સર્વેના આંકડા ટાંકવાની જરૂર ન હોય. પણ આ બાબતે ચર્ચા નીકળે તો સવાલો આવે: ‘તું કહેવા શું માગે છે?’. હું ફક્ત એટલું જાણવા માંગુ છું કે ‘દેવ’ જેવા ગણાતા ‘અતિથીઓ’ને પુરુષો ચા-પાણી પીરસે એ ઉતરતું કેમ લાગે? બીજી તરફ જોઈએ તો હોટેલ ઉદ્યોગમાં આનાથી સાવ વિપરીત સ્થિતિ જોવા મળે છે. નાનકડા ઢાબાથી લઈને ફાઈવ સ્ટાર હોટેલોમાં મહિલા વેઈટર ભાગ્યે જ જોવા મળે. ઓર્ડર લેવાથી માંડીને, પીરસવા, અને બરતન ધોવા સુધીનું તમામ કામ પુરુષો સૌજન્ય અને શાલીનતાપૂર્વક કરતા જોવા મળે છે. ત્યાં કદી કોઈનો અહમ ઘવાતો જણાતો નથી. ‘પૈસા કમાવા ખાતરના’ વિરુદ્ધ ‘પ્રેમથી કરવાના’ કામની માનસિકતા સાથે આ સંબંધિત હશે? પતિ અને પત્ની બન્ને કમાતાં હોય એવા ઘરોમાં પણ પરિસ્થિતિ ખાસ અલગ નથી હોતી.

વિચારવા જેવું છે. ઉભા થાવ, પાણી ભરેલો પ્યાલો ટ્રેમાં મૂકો અને હસતા ચહેરે અરીસા સામું ઉભા રહો. તમને લાગે છે કે તમે ‘નીચા’ થઈ ગયા? તમે કુરૂપ દેખાવ છો?  ના. તમે સરસ લાગો છો. કોણ પીરસે છે એ મહત્ત્વનું ન હોવું જોઈએ. પણ આ તો ઘરના માલિક કે મેનેજર બની રહેવાને બદલે ઘરની આવી જવાબદારીઓમાં પણ હિસ્સેદાર થવાની વાત છે.

aarti nair city bhaskar

What happens when we have guests come at home? We welcome them. And then someone gets up to get water, tea and food. Who is most probably that someone? The Mom, Sister, Wife or Dadi? Few first time experiences act as an eye opener. In our trip to Kerala, when I saw my cousin serving us water in a serving tray while his wife took care of their newborn, I was pleasantly surprised and then shocked at my own reaction. Why is it such an abnormal thing?

This seems like small thing and there are no census statistics on it. On a discussion table, this always sounds offensive. “What do you mean? Do you expect a man to serve water and food?” And I just wonder why is it an offense? Do they think serving food and water to the ‘mehman’ who is like ‘bhagvan’ is a low-level work? On the other hand, we see an equally extreme role-reversal in the hotel industry. Starting from a small dhaaba to a five star restaurant, the waiter is never a female. These are always males taking order and serving with grace and tenderness. There is no ego hurt there. Is this related to ‘money being earned’ vs a ‘job done by love’? Because even in the homes where both man and woman earn equally, the case is the same.

Get up, hold a tray with glasses of water and stand in front of the mirror with a smile on your face, does it reduce your height? Do you look ugly? No. You look beautiful. This is not about who serves, it is about you being an equal partner in your home instead of being the owner or the manager of the house.

 

(What do you think about this? Would love to know. Comment here or mail it to at rtnair91@gmail.com. If you like what I write, make sure you FOLLOW the blog.)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s