City Bhaskar | Woman City | સમજ ‘શક્તિ’ને વંદન | Reverence to the ‘Shakti’ and ‘Navratri’

જો કોઇ તહેવાર આપણને ગુજરાતીઓને ઘેલા કરી મૂકતો હોય તો એ છે નવરાત્રી. અરે ગુજરાતીઓ જ શું કામ? આ જોઇ ને એક વિદેશી મિત્રએ તો કહ્યું, “મને આ તહેવાર ખુબ ગમે છે. ભાતીગળ રંગો અને આ વૈવિધ્ય, આ ઉન્માદની હદનો ઉત્સાહ, આ ડ્રાય સ્ટેટનો, આ તહેવારનો પોતાનો જ એક આગવો નશો છે.” નવરાત્રીની ગરબા ઉપરાંત જો કોઇ વાત મને ગમતી હોય તો એ છે, છોકરીઓ અને સ્ત્રીઓ માટેની બંધન મુક્તિ. સરસ મજાના ચણીયા ચોળી પહેરો, થોડો ઘણો મેકપ કરો એટલે આપણે કાણે કે વિશ્વસુંદરી. લોકો નવ વાગતા તો ગરબાની જગ્યાએ આવવા લાગે. છોકરા છોકરીઓ ભેગા થાય. ફરતે સૌન્દર્યપાન કરતા લોકો અને વચ્ચે ગરબાની ધમાલ મસ્તી. નવરાત્રી સીવાય જો કોઇ છોકરી આમ બની ઠનીને અડધી રાત્રે ઘરે આવે તો લોકોના ભવા ચઢી જાય. પણ આ નવ-રાત્રી દરમ્યાન “લોકો શું કહેશે?” કે પછી “કોને દેખાડવા આમ તૈયાર થઇ છે?” જેવા ટોણાઓને રજા મળી જાય છે. અને સુંદર દેખાવા પરનો સામાજીક પ્રતિબંધ ઉઠી જાય છે. બીજા કોઇ દિવસે, જો કોઇ છોકરો કામેથી મોડો આવે તો એ મહેનતુ. છોકરી મોડી આવે તો કેરેક્ટર ઢીલા. લોકો પણ એ જ છે, બહારના ગુંડા મવાલી પણ એ જ છે. જૂદો છે ખાલી તહેવારનો માહોલ.

ના, અમે એવું નથી કહેતા કે અમને રોજ અડધી રાત સુધી ભટકવું છે. વાત એટલી જ છે કે નવરાત્રીની જેમ જ, તૈયાર થવા કે મોડા આવવાને કારણે અમારા ચારિત્ર્ય પર ઉઠતી આ શંકાની સોય કાયમ માટે દૂર થાય. આપણે સ્ત્રીઓ માટે તો મા અંબા એ સ્વતંત્રતાની દેવી છે. જે આપણને દર વર્ષે, ભલે નવ દિવસ પુરતો, પણ મુક્તિનો અનુભવ કરાવે છે. આશા રાખીએ કે એ અનુભવ એક દિવસ કાયમી બનશે. “સ્ત્રીઓ એ કોઇ સંતાડી રાખવાના ખજાના કરતા વધુ છે” આવી સમજણ અપણી જ સંસ્કૃતીમાં છુપાયેલી મળી આવશે. આપણા સમાજને એ સમજ, ‘શક્તિ’ આપે.

aarti nair city bhaskar

 

One festival that we Gujaratis are crazy about is Navratri. I remember a foreigner friend had commented about the festival saying “So many colours, diversity so much enthusiasm, and these people are not drunk! This festival is beautiful.” Navratri is not only beautiful because of garba but because it defies all the rules for girls and women. Chaniya choli is a sensual dress and with some makeup, everything falls perfectly. Most people reach the venue by 9, boys and girls meet, a lot of stalking also happens and then this intense celebration of dance ‘garba’. Apart from these 9 nights, if a girl is seen so dressed up, coming back home at 12 AM or later, it would raise eyebrows. These 9 nights bring no questions or comments on ‘What will the society say?’ or ‘If you dress like this, you will attract unwanted attention.’ There is no moral policing on looking pretty. On other days, a guy coming late from work makes him hard working and a girl coming late makes her a slut. The people are the same, the supposedly bad boys are the same and outside. But it’s the spirit of the festival.

The ask is not to be allowed to stay out of homes every day until 12. That’s stupid. The ask, is to remove the judgment on our characters for doing all those things that are fine during Navratri. We, women, must see Maa Amba as a goddess giving us an opportunity to experience freedom every year for 9 days, in hopes that it will someday lead to our liberation. For the society, we must find strength from our own culture to see women beyond treasures to protect.  

(What do you think about this? Would love to know. Comment here or mail it to at rtnair91@gmail.com. If you like what I write, make sure you FOLLOW the blog.)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s