સમલૈંગિકતા: સમજણ ઓછી અને વિરોધ વધુ Homosexuality, Lack of Understanding and the Agitation

મુંબઇમાં ગયા બુધવારે બે મહિલાઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આ બે મહિલાઓ વચ્ચે પ્રેમ સંબંધ હતો અને મરીન ડ્રાઇવ પર તેમાંથી એકના પિતા તેમને જોઇ ગયા. પરિણામે તેમને એકબીજાને જોવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા. તેમાંની એક મહિલા મૃત્યુ પામી, જ્યારે બીજીને તત્કાળ હોસ્પિટલ પહોંચાડાતાં તે બચી ગઈ.

ભારતમાં પારીવારીક અને સામાજીક દબાણ દ્વારા મહિલાઓનું શરીર, લૈંગિકતા અને તેમના જીવનની પસંદગીના અધિકારને એકદમ દાબમાં રાખવામાં આવે છે. એમાંયે કોઈ લેસ્બિયન હોય, તો મુસીબત બમણી થઇ જાય: એક તો મહિલા અને ઉપરથી સમલૈંગિક! આઇ.પી.સી.ની કલમ ૩૭૭ મુજબ સમલૈંગિકતા ગુનો બને છે. જેથી છેડતી, પોલીસ દ્વારા શારીરિક શોષણ, શાળા-દવાખાનાઓમાં ભેદભાવ, ગુંડા-બદમાશો દ્વારા ગેરવર્તણૂંક, વગેરે બાબતો સામાન્ય છે. આવા લોકોના મા-બાપ આ બાબતને પોતાના સંસ્કાર પરના કાળા ડાઘ તરીકે જુએ. પછી પેદા થાય છે ડર: “સમાજ શું કહેશે?” ઘણા મા-બાપ, તેમને મનોચિકિત્સકો પાસે લઇ જઇને ડ્રગઝ કે શોક ટ્રીટમેન્ટ દ્વારા તેમનો ‘ઉપચાર’ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે, જે સ્પષ્ટરૂપે નિષ્ફળ જાય છે.

આપણે સમલૈંગિકતાને પ્રતિબંધિત કરતી વખતે સંમતિ-અસંમતિના ખ્યાલને ભૂલી જ જઇએ છીએ. બે પુખ્ત વયની સંમત મહિલાઓની જૈવીક ઇચ્છાઅો પર આપણે સવાલ શી રીતે ઉઠાવી શકીએ? શું પ્રકૃતિની બનાવટ અપ્રાકૃતિક હોઈ શકે? આપણા પ્રાચીન શાસ્ત્રોમાં અને હેરિટેજ સાઇટ્સ પર સમલૈંગિકતા અને જાતીય પ્રવાહિતાના પ્રમાણ-પુરાવા જોવા મળે જ છે. ૧૯૩૦માં ઝવેરચંદ મેઘાણીએ આ વિષય પર આધારિત ‘નિરંજન’ નામની એક નવલકથા લખી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં બોલીવૂડના અનેક કલાકારોએ પણ સમલૈંગિક પાત્રો ભજવ્યા છે. રાજનીતિક પાર્ટીઓ અને કટ્ટર ધાર્મિક સંગઠનો તેને ‘પશ્ચિમી પ્રભાવના લક્ષણ’ જણાવીને પ્રતિબંધિત કરવા યોગ્ય ગણી લે છે.

પણ માતા-પિતા અને પરિવાર? તેઓ જાગૃતિના અભાવ અને સમાજના વધુ પડતા પ્રભાવ તેમજ ડરને કારણે આ વિશે બોલતાં કે સ્વીકારતાં સંકોચ અનુભવે છે, આ સમજાય એવું છે. કશુંક વિચારી કે સમજી ન શકવું એ કંઇ ગુનો નથી. પણ જે સમજી ન શકીએ, એનો આવો કઠોરતાથી વિરોધ કરવો એ અન્યાય છે.

 

City Bhaskar Aarti Nair

Homosexuality, Lack of Understanding and the Agitation

Last Wednesday, two women in Mumbai, who were said to be in a relationship and attempted suicide after they were spotted on Marine Drive by the girl’s father and were forbidden from seeing each other. While one of them died, the other survived after she was rushed to the hospital.

India is a land where women’s bodies, sexuality and life choices are tightly reined in by familial and social pressures. If you’re a lesbian, it is a double trouble: You are a woman and you are homosexual. Section 377 of IPC criminalises homosexuality and hence cases of extortion, physical abuse by the police, discrimination in schools, hospitals, mistreatment by goons in public, in general, is not uncommon. Indian parents see it as a question on their sanskara. And then comes fear: What will the society think? They take them to psychiatrists who would prescribe electric shock treatments and drugs to cure them.

When we reject homosexuality, we forget the angle of consent. How can we question biological desires of two consenting adults? Our mythology and heritage sites depict evident homosexuality and gender fluidity. In the 1930s, Jhaverchand Meghani had written ‘Niranjan’ a full-fledged novel on the subject. Bollywood actors have sportingly played homosexual roles. Political parties and religious extremist groups rejoice while calling it simply a ‘western’ influence that needs to be abolished.

But parents and family? It is rather understandable that Indian Parents find it awkward to talk about this or accept it, especially with the lack of awareness and the overbearing influence of the society. It is okay to not be able to imagine or understand something. It is a different thing to stand against what you don’t understand.

 

(What do you think about this? Would love to know. Comment here or mail it to at rtnair91@gmail.com. If you like what I write, make sure you FOLLOW the blog.)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s